રહસ્યમય પુરાણી દેરી - 19

(29)
  • 4.6k
  • 3
  • 1.9k

ભાગ-19 રહસ્યમય પુરાણી દેરી - 19 (આગળનાં ભાગમાં જોયું કે કરશન હાંફતો હાંફતો ભાગીને ઘનાભાઈ પાસે પહોચે. હવે આગળ...) કરશન ભગત બોલ્યો કે " અરે જીવ જ નીકળી ગયો છે, તમે કંઇક કરો" ઘનાભાઈ એ મજાક બંધ કરી થોડુ ચિંતિત થઈ કહ્યુ કે " શું થયુ છે ?" કરશન ભગતે ગભરાતા ગભરાતા કહ્યુ "તે દિવસ તમે વાલજીની પત્નીને રૂપિયા આપ્યાં હતા યાદ છે" ઘનાભાઈ એ હકારમાં માથું હલાવતા ઈશારો કર્યો કે તુરંત કરશન ભગત ફરીથી બોલ્યો કે "તમે ત્યાંથી ચાલ્યા ગયા પછી મે બહુ વિચાર્યું, અને જે હોઇ તે એમ કરીને સૂઈ ગયો, પરંતુ આખી રાત પડખા જ ફર્યા કર્યા.