છલકાતા આંસુ - 1

(11)
  • 4.1k
  • 1
  • 1.5k

દુબઈ શહેરનો વર્કીગ દિવસ ધીરે ધીરે આથમી રહયો હતો. આખો દિવસ અગન જ્વાળા વરસાવતો સુર્ય હવે શહેરની ગગનચુંબી ઇમારતોની પેલે પાર પશ્ચિમી ક્ષિતિજે અસ્ત થવા જઇ રહયો હતો જેના કારણે શહેરની પશ્ચિમી ક્ષિતિજે એક નયનરમ્ય સનસેટ નો નજારો સર્જાયો હતો અને કુદરતે જાણે દુબઈ શહેરની સોનેરી સંધ્યાને કોઇ દુલ્હનની જેમ સણગારી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ હતુ. આમતો દુબઈ જેવા શહેરમા દિવસ કરતા રાત્રીનુ મહત્વ કઇક વિશેષ હોય છે .કારણ કે મોટા ભાગના વિદેશી સહેલાણીઓ અને અને બિઝનેસ ટુર પર આવતા બિઝનેસમેનો અને અહીના લોકલ નવયુવાનો માટે દુબઈની રંગીન રાત્રીઓ સવિશેષ અને આગવુ મહત્વ ધરાવતી હોય છે . અત્યારે શહેરની