કોફી શોપ - ૩

(11)
  • 2.1k
  • 1
  • 859

"Excuse me, may i ?" "yes sure" સારીકાએ કહ્યું. આજ સમરના હાવભાવ જરા અજીબ થઈ ગયા હતા , સારીકા કોફી તો પી રહી હતી પણ સમરની હરકતો પર સતત નજર રાખીને બેસી હતી, રોજ ની જેમ આજે પણ એ પેડ અને પેન કાઢીને લખવાનું શરૂ કરે છે, પણ આજ બરાબર લખી નથી શકતો, લખતા લખતા ચેકિને ફરી નવુ….. પેજ લેવું એક લાઇન લખીને ચેકિ નાખવી, ફરી લખવી, આવું વારંવાર થઈ રહ્યું હતું. જાણે સમરને કંઇક લખવું તો છે પણ સામે કોઈનુ બેસેલું હોવું એ ઘ્યાન ભંગ કરાવતું હોય એવું લાગી રહ્યું હતું. થોડીક વાર માં બધું સમેટીને ચાલી નીકળે છે.