બેકલોગ

  • 1.9k
  • 622

"આજે સાંજે વેલકમ પાર્ટીમાં તું આવીશ ને? મજા આવશે! સિનિયરો આપણને પાર્ટી આપશે. ડીજે હશે, ડિનર હશે. જલસા પડશે." ચિન્મય તેના મિત્ર નિસર્ગને મનાવી રહ્યો હતો. “હજુ તો હમણાં એડમિશન થયું. પહેલીવાર તો ઘરની બહાર નીકળ્યા. શુ પાર્ટી ને શુ જલસા? બારમા ધોરણની પરીક્ષા આપી. JEE ને ગુજકેટના ચક્કરમાં પાર્ટી શુ કહેવાય એ જ ભૂલી ગયા. ટ્યૂશન અને સ્કૂલની પ્રદક્ષિણા કરતા કરતા ચોવીસ કલાકમાંથી અઢાર કલાક તો સ્કૂલ યુનિફોર્મમાં હતા. એ તો આટલી બધી એન્જિનિયરિંગ કોલેજ ખુલી છે ગુજરાતમાં એટલે ક્યાંક તો મેળ પડવાનો જ હતો. તે અહીં આવી ગયા.” "તું આવીશ કે નહીં? એ કે પેહલા." ચિન્મય થોડો અકળાયો.