મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (2)

(61)
  • 12.2k
  • 5
  • 6.8k

દાંગવ આખ્યાન (2) નારદજીએ વીણાના તાર બજાવી પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યું. દ્વારકા નગરીમાં સભા ભરીને બેઠેલા શ્રીકૃષ્ણના દરબારમાં જઈ ફરી વીણા બજાવી, "નારાયણ....નારાયણ..'' નારદમુનિને આવેલા જોઈ પ્રભુ શ્રી કૃષ્ણના પેટમાં ફાળ પડી. "નક્કી ક્યાંક લડાવવાની યોજના કરીને આવ્યાં હશે..!" "પધારો પધારો...ધન્ય ઘડી ધન્ય ભાગ્ય..હે નારદજી આપના દર્શન પામીને અમે ધન્ય થઈ ગયા..." ભગવાને ઉભા થઈ આદર સત્કાર કર્યો.બલભદ્રે પણ નારદમુનિને પ્રણામ કર્યા. "પ્રભુ, આ બાજુથી નીકળ્યો'તો તે થયું કે લાવ દર્શન કરતો જાઉં.તમે તો બાકી જમાવટ કરી દીધી છે ને કાંઈ...નારાયણ નારાયણ..!'' "બહુ સારું કર્યું..હવે આવ્યા જ છો તો થોડા દિવસ સેવા કરવાનો લાભ આપજો..''