જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 19લેખક – મેર મેહુલ ક્રિશા સાત વાગ્યે હીરાબાગ પાસે ડેરી-ડોનમાં પહોંચી ગઈ.તેણે વાઈટ ડ્રેસ પહેર્યો હતો.ખુલ્લા વાળ તેનાં ચહેરાને અલગ જ લૂક આપતાં હતા.સાતને પંદરે જૈનીત આવ્યો.“ઓહ માય ગોડ”ક્રિશાને જોતાં જૈનીતથી બોલાય ગયું.“કેમ શું થયું?”ક્રિશાએ પૂછ્યું.“તે આબેહૂબ નિધી જેવો જ ડ્રેસ પહેર્યો છે.પહેલીવાર અમારી અહીં મુલાકાત થઈ ત્યારે એ આવી જ રીતે તૈયાર થઈને આવી હતી.”જૈનીતે કહ્યું.ક્રિશા હસી પડી.“ચાલ તો અંદર જઈને એ જ ટેબલ પર બેસીએ જ્યાં તમે બંને બેઠાં હતાં”ક્રિશાએ હસતાં હસતાં કહ્યું.બંને અંદર જઈ કોર્નરવાળા ટેબલ પર જઈ બેસી ગયા.જૈનીતે કૉફી માટે ઓર્ડર આપ્યો.“આગળ શું થયું હતું?”ક્રિશાએ ટેબલ પર કોણી