સોહી ભાગ : ૪ સોહીનું સંબંધો તરફનું વલણ.. સાંજ પડતા પડતા સોહી જાગી ગઈ.તેણીએ જોયું દાદા તો નવી લાકડી લઈ ને બહાર નીકળ્યા.ક્યાંક જઈ રહ્યા છે,એવું તેને લાગ્યું. તેણીએ દાદાજીને પૂછ્યું,” કા ચાલ્યો દાદા..” દાદાની છાતી તો ગજગજ ફૂલી ગઈ.પૌત્રી તો ગુજરાતીમાં બોલી. દાદાને થયું ગળે લગાડી એટલું વહાલ કરી લઉં કે તે આખી આટલી જિંદગીમાં નહિ પામી હોય. દાદા મરક મરક હસ્યા ને બોલ્યા ,” નાકા સુધી ચાલ્યો.” માહી પાછળથી અંદર આવી ને ખડખડાટ હસી પડી.તેણીને હસતી જોઈ સોહી થોડી છોભીલી પડી ગઈ.કંઈક ખોટું થયું છે?એની આંખોમાં આ પ્રશ્ન હતો.માહીને હસતી જોઈને બહાર આવેલી રોહિણી થોડી