રાઈટ એંગલ - 9

(5.6k)
  • 4.1k
  • 1.9k

રાઈટ એંગલ પ્રકરણ–૯ કશિશના કાનમાં રોજ સવારે પપ્પા ઠાકોરજીની પૂજા કરતાં કરતાં ગાતા હતા તે ભજન ગૂંજવા લાગ્યું, ‘મેરું તો ડગે પણ જેનાં મન નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે..‘ અને કશિશે આંખ પરથી ગોગલ્સ હટાવ્યા, ‘મારે હવે શું કરવાનું છે?‘ કશિશ બોલી એટલે ધ્યેયએ નિરાશામાં માથું હલાવ્યું. પછી વાતવરણને હળવું કરવા બોલ્યો, ‘તુમ નહીં સુધરોગી!‘ અને કશિશે કશું બોલી નહી માત્ર સ્માઇલ આપ્યું, એટલે ધ્યેયે એને સમજાવવાનું માંડી વાળીને કામની વાત કરી, ‘ રિસેસ સુધીમાં જજ સાહેબ પાસે તારી ફિરયાદ પહોંચી ગઇ હશે એટલે રિસેસ પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ તને લઈને આવી જશે. ત્યાં સુધીમાં તું