શોધ – પુર્નજન્મની ગાથા - ૫

(25)
  • 4.9k
  • 2k

ગઢ ચારેકોરથી શણગારવામાં આવેલો. પ્રજા, રાજા અને સૈનિકોની પ્રતીક્ષામાં હતી. યુદ્ધના વિજયના કારણે શહેરમાં વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. રાજાના શાસન હેઠળ પ્રજાનું જીવન ખુશખુશાલ પસાર થઇ રહ્યું હતું. રાજાએ ઘણાં ખરા આસપાસના વિસ્તારો પોતાના તાબા હેઠળ જીતી લીધા હતા. રાજા તેમના સૈનિકો સાથે ગઢ તરફ તીવ્ર ગતિથી આવી રહ્યા હતા. રાજાના શહેરના દ્વાર પર આવતાંની સાથે જ તેમની જય-જયકાર થવા લાગી. ઘોડાની ચાલ ધીમી પડી. પ્રજાનું અભિવાદન સ્વીકારવામાં રાજા વ્યસ્ત થયા. પ્રજામાં પણ હર્ષોલ્લાસની લાગણીઓના દરિયાની ભરતીઓ આવી રહી હતી. રાજા તે ગઢ જીતીને આવ્યા હતા, જેના કારણે વ્યાપારીક ર્દષ્ટિએ ઘણો ફાયદો થવાનો