નીલ અને ખુશી એક સરકારી સ્કૂલ માં જોબ કરી રહ્યા તે દરમિયાન બંને ને પ્રેમ થયો ને લગ્ન પણ કરી લીધાં. નીલ અને ખુશી બંને નું લગ્ન જીવન ખુબ સુખી . તેમને બે બાળકો હતાં , બંને હોશિયાર , અને સંસ્કારી . દાદા દાદી પણ સાથે જ રહે , એક હર્યું ભર્યું ઘર હતું એમનું . રાત્રે બધા સાથે સોફા પર બેઠા ત્યારે નીલે કહ્યું ,"આ વખતે વેકેશન માં કાશ્મીર નો પ્રવાસ કરવા જવાનું નક્કી કરું છું , આ વખતે આપણે બધાજ સાથે જવાનું છે ; સોફા પર બેસેલા બધા ના ચહેરા પર ખુશી નું મોજું ફરી વળ્યું ; નીલે