લય એટલે જીવન

  • 4.1k
  • 1k

જીવન એટલે શું ? એ વાતનો મને એક જ જવાબ જડે, સંવાદિતા એટલે જીવન, લય એટલે જીવન, તાલમેળ એટલે જીવન. સંગીત સાત સુરોનો લય છે. સા,રે,ગ,મ,પ,ધ,નિ, આ સાત સુરો વિના સંગીતશાસ્ત્રનું કશું ગજું નહિ. સાતમાંથી એકાદો સૂર પણ જો આડોઅવળો થયો એટલે સમજો કે માં સરસ્વતી કોપાયમાન થયા. કોઈ સંગીતકાર તેની મોજમાં સુરીલી ધૂન લલકારતો હોય, અને તેને વચ્ચે ટોકવામાં આવે, તો શું થાય ? તેનો લય કહો કે રીધમ કાચ તૂટે તેમ તૂટી જાય. શાંત જળમાં ખલેલ પહોચાડ્યા પછી પ્રતિબિંબ જોઈ ન શકાય એ સૌ કેમ ભૂલી જાય છે ? માનવ શરીર પંચ મહાભૂતોનું બનેલુ