રમણભાઈ યાત્રા સંઘ સાથે હરદ્વાર જતા હતા. રસ્તામાં અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. તેની સાથે સંઘમાં તેમના મિત્ર રમેશભાઈ હતા તેને કંઈક કહેવાની કોશિશ કરતાં હતા પણ પુરુ વાક્ય બોલી ન શક્યા.ફક્ત મારો પટારો, મારો પટારો આ બે વાક્ય બોલ્યા ત્યાં તો માથું ઢાળી દીધું.રમેશભાઈ એ ઘરે એમના દિકરા સુમન ભાઈને ને જાણ કરી દીધી અને બીજા બે મિત્રો ને સાથે લઈ રમણભાઈ નુ મૃતક શરીર લઈ આગલા સ્ટેશને ઉતરી ગયા. સુમનભાઈ તો બાપુજી ના અચાનક અવશાનના સમાચાર સાભળી ભાગી પડ્યાં. કારણ બાપુજી ને સ્ટેશને મુકવા એ અને એનો દિકરો મયુર ગયા હતા ત્યારે એકદમ સ્વસ્થ હતા તેને હરદ્વાર જવાનો