પ્રથમ પ્રેમ - ભાગ ૪

  • 3.8k
  • 1
  • 1.3k

પ્રોફેસર સાથે મુલાકાત અમારી સામે એક સ્ત્રી આવી ઉભી રહી. અને માધુરી બોલી ઉઠી પારુલ મેમ તમે? પારુલ મેમ સાહિત્ય નાં પ્રોફેસર હતા, દેખાવે ગોરો રંગ, લાલ અને લીલું લહેરીયું, મધ્યમ ઉચ્ચાઈ, અમે કઈ બોલીએ તે પહેલા પારુલ મેમ બોલ્યા માધુરી આ બન્ને માંથી તારી પશંદ કોણ છે? હુંપણ જોઉ મારી બધાથી હોશિયાર વિદ્યાર્થીની ની પસંદ કોણ છે? અને માધુરી એ થોડુ શર્માઈ સામે જોયું અને પારુલ મેમ એ તુરંત જય ને ઉપર થી નીચે સુધી નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું અને થોડી વાર કશુંજ નાં બોલ્યા. થોડીવાર પછી થોડુ કટાક્ષ કરતા બોલ્યા તારી પસંદ દેખાવે તો સારી છે