પહેલી - 2

(33)
  • 3.5k
  • 1.4k

મી.પ્રેસિડેન્ટ સાહેબ અને સરજુકાકા બંનેએ ત્યાં હાજર જર્જરીત કાગળો ને હાથમાં લીધા, કાગળ પર આકેલી ગુઢ લીપી ને સરજુકાકા એ પોતાના જુના ચશ્મા હાથ વડે સરખાં કર્યો અને પોતાની તીણી નજર ફેકી, કાગળ પર શુ લખ્યું છે, એ કઈ ખબરના પડી.સરજુકાકા ભલે પોસ્ટ થી પટ્ટાવાળા હતા પણ, પોતાની માતૃભાષા સીવાયની પાચેક બીજી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા,સંસ્કૃત એમાનુ એક હતુ, સરજુકાકા ને આટલીજ ખબર પડી કે કાગળ પર સંસ્કૃત ભાષામાં લખ્યું છે,કદાચ પૌરાણીક સંસ્કૃત હાલનાં સંસ્કૃત કરતા વધારે ગૂઢ હશે. સરજુકાકા એ પ્રેસિડેન્ટ સાહેબને કહ્યું કે આ લીપી પૌરાણીક છે,માટે આપણે કોઈ સંસ્કૃત વિષયના પ્રખર પંડીત ને મળીયે તોજ