વાર્તા- રોના મના હૈ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 પુસ્તકાલય ની બહાર મુકેલા બાંકડા ઓ ઉપર સાંજે અને સવારે નોકરીમાં થી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝનો ભેગા થતા અને જાતજાતની વાતો કરીને સમય પસાર કરતા અને સારા નરસા અનુભવો વહેંચતા.યુવાનો પણ ગપાટા મારવા બેસતા.નરસિંહભાઇ નિવૃત્ત પોસ્ટ માસ્તર, મોહનભાઇ નિવૃત્ત શિક્ષક, રણછોડભાઇ નિવૃત્ત તલાટી અને સંતોષભાઇ કરિયાણા ના વેપારી હતા પણ ધંધો દીકરાઓ ને સોંપીને જાતે જ નિવૃત્ત થઇ ગયા હતા.આ ચાર બચપણથી જ જીગરજાન મિત્રો.ગામમાં બધાને આ ચાર જણની ભાઇબંધી ની ખબર.વર્ષો સુધી નોકરી ના કારણે છૂટા પડી ગયા હતા પણ હવે એકબીજા ના સુખદુઃખ ના સાથીદાર