શોધ – પુર્નજન્મની ગાથા

(36)
  • 7.8k
  • 2
  • 3k

ગઢ ચારેકોરથી ઇસ્ટ ઇંડિયા કંપનીના સૈનિકોથી ઘેરાઇ ચૂકેલો. લાલ રંગના વસ્ત્રોમાં કાળા માથાના માનવીઓનો કાફલો ગઢની આસપાસ વર્ચસ્વ જમાવી રહ્યો હતો. યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ચૂક્યા હતા. સફેદ ઘોડા પર સવાર રાજા એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં ઘોડાની લગામ ઝાલી તીવ્ર ગતિથી દુશ્મન સેના તરફ ધસી રહેલો. ઘોડાની તીવ્ર ગતિને કારણે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ફેલાઇ ગયેલી. ઇસ્ટ ઇંડિયા કંપનીનો જર્નલ રાજા સાથે યુદ્ધ પ્રસ્તાવની સામે શાંતિમંત્રણા મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતો હતો. પરંતુ રાજા કંપની સામે ઘૂંટણે આવવા માંગતા નહોતો. આથી જ જનરલની ગઢ વિજય કરી રાજાનું નાક કાપવાની મંછા અત્યંત પ્રબળ બનેલી. વળી તેઓની પાસે રાઇફલ હતી. જેની સામે