તુ આવીશ ને ? - ભાગ - ૪

  • 2.6k
  • 960

​એક પછી એક બધાના વારા આવવા લાગ્યા. કેટલાયના ધ સિક્રેટ ખૂલવા લાગ્યા તો ઘણાએ પરાણે સાહસિકવૃત્તિ દેખાડી. એવામાં અવિનાશ ઝપટે ચડી ગયો.એને પુછવામાં આવ્યુ " બોલો ટ્રુથ કે ડેર ?" દ્વિધામાંથી બહાર આવી અવિનાશે જવાબ આપ્યો, "આપણે ડરવાવાળા નઈ હો ભાઈ! ચલો ડેર" ત્યાં તો આરતીએ અવિનાશને અવિસ્મરણિય ડેર આપ્યુ, "તને ગમતી કોઈ એક છોકરીના કપાળે કીસ કર !" અવિનાશે કંઈ જ વિચાર્યા વગર મિકીના કપાળને ચુમી લીધું. મિકી પણ મનોમન એવું જ ઈચ્છતી હતી કે અવિનાશ તેના જ કપાળને ચુમે. રમત આગળ વધી. કુદરતની પણ કરામત છે ને ! અવિનાશ પછી તરત જ બલીનો બકરો બની મિકી. તેણે પણ ડેર પસંદ કર્યુ. પણ આ વખતનું