હું(વિજય )6, પૂજા અને રાજ, અમે ત્રણેય બાળપણના મિત્રો છીએ, આજે વર્ષો પછી ભેગા થઇ રહ્યા છીએ અમારા ગામ કાનપરમાં, મારી અમદાવાદમાં કાપડની પોતાની મિલ છે, પરી રાજકોટમાં એમબીએનો અભ્યાસ કરી રહી છે અને રાજ ગામમાં જ પોતાની વાડીમાં કામ કરે છે, કદાચ 4-5 વર્ષ પછી અમે આજે બાળપણની યાદો અને દોસ્તીને સાંભરવા ગામડે મળવાનું નક્કી કર્યું છે, એ રાતે અમે લગભગ 8 વાગતા અમારી બેઠકે ભેગા થયાં, આમ તો અમારા ગામમાં છોકરાઓ સાથે છોકરી બેસે જ નહિ પણ ગામમાં ફક્ત પૂજા જ એક છોકરી હતી જે ખૂબજ ભણેલી હતી એટલે એના ઘરમાંથી કયારેય એવી રોકટોક નહોતી જે અમને ગમતું..... લગભગ કલાક સુધી