અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૩) મનનાં વલોપાત અરમાનો અંતરમાં, જવાબદારી જિંદગીમાં, બંને બાજુ ઝોલાં ખાતો માનવ, જિંદગી એક, સપનાં સાકાર કરવામાં, વિચારોનાં વમળમાં અટવાતો માનવ. બધી જવાબદારી સુપેરે નિભાવવા વાળા બે સમજદાર વ્યક્તિ, થોડીક ખુશી એકમેકનાં સંગાથમાં મેળવતાં હતાં. આવી જ વાત અનુભવીને સમીર અને ધ્વનિ બહાર જવા નીકળ્યાં. એકમેકનો હુંફ ભર્યો હાથ પકડીને ચાલતાં હતાં. આજે પહેલી વાર આમ ધ્યાન બહાર રહી ગયું, કે તેઓ જાહેર સ્થળે આમ ચાલી રહ્યાં હતાં. સમીર આંખની ભાષામાં જ બોલ્યો, “હવે ન જાણે ક્યારે મળીશું? દિલ ખૂબ ઉદાસ બન્યું છે.” એમ આંખોના ઇશારાથી વાતો કરતાં કરતાં તેઓ હોટેલના હોલમાં આવ્યાં. બંને પોતાની વાતોમાં