અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૨) સફળતાની રાહ પુરુષાર્થ એવો કરો કે પ્રારબ્ધે પણ તેમાં પોતાનો સાથ દેવો જ પડે. નામ એટલું રોશન કરો કે પ્રતિસ્પર્ધીને પણ હાજરીની નોંધ લેવી પડે. ધ્વનિને પોતાની જવાબદારીનો પૂરો ખ્યાલ હતો કે ખૂબ જ ઓછા સમયમાં આટલો મોટો ઓર્ડર પોતાની કંપની પૂરો કરવાનો છે. બીજા દિવસે જ ધ્વનિએ તેને લગતા તમામ સેક્શનના બધા જ હેડ સ્ટાફની મિટિંગ બોલાવી હતી બધાએ શરૂમાં તેને અભિનંદન આપતાં ખુશી વ્યક્ત કરી. ધ્વનિએ મુખ્ય મુદ્દા પર આવીને બધા જ ઇન્સ્ટ્રક્શન આપ્યા અને કહ્યું કે આ સફળતા મારી એકલીની નથી, આપણી બધાની છે અને હવે આ જવાબદારી પણ બધાની જ છે...