ના હંમણા નહીંં ....

(14)
  • 2.5k
  • 1
  • 843

અમદાવાદ નું ધમધમતું સ્ટેશન ચહલપહલ થી ભરેલું એમાંય ટ્રેન આવવાના સમયે તો અફરાતફરી થઈ જાય. કુલી પણ ઓચિંતા પ્રગટ થઈ જતાં હોય એમ ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે જ દેખાય. કેટલાય શાંતિ થી બેઠા હોય. વેઇટિંગ ખુરશીઓ માં એમ જ મીના શાંતિ થી બેઠી હતી. મગજ સુન્ન થઈ ગયેલું. કશું પણ વિચાર કરવાનું મન ના પાડી રહયું હોય એમ એ શૂન્યમસ્તક થઈ બેઠી હતી. નયને ખીસામાં થી સિગરેટ કાઢી માચીસથી ચાલું કરી. ઊંડો કશ ખેચ્યો, એની નજર એકટક મીના ને જ જોઈ રહી હતી. હજી પણ એ મીના ને