માલ્વા અને માન્યખેટ

(17)
  • 6.1k
  • 7
  • 1.6k

આ વાત છે વિક્રમની અગિયારમી સદીની. હિન્દ રાજાઓ એક બીજાના રાજ્યો જીતવા માટે અંદરો અંદર લડતા હતા. રાજ્યોની સ્થાપના અને વિનાશ ચાલ્યા કરતા હતા. ખંડન અને મંડનના આ કાળમા કેટલાક મહાપ્રતાપી રાજાઓ મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે મરણિયો પ્રયાસ કરતા હતા. આજે વાત કરવી છે આ સદીમા થઈ ગયલા બે મહાપ્રતાપી રાજાઓની. તેમના શૌર્યની, તેમના યુદ્ધની, તેમની દુશ્મનાવટની. તેમાના એક છે તૈલંગણના ચાલુક્ય વંશના પ્રતાપી, રાજા તૈલપ. અને બીજા છે માલ્વાનરેશ, મહારાજા પૃથિવીવલ્લભ. તૈલંગણ કે જે માન્યખેટ તરીકે ઈતિહાસમા જાણીતું બન્યું છે અને માલ્વા કે જે અવંતી તરીકે ઓળખાતું હતું. માલ્વા અને માન્યખેટ