સાહસમાં હસાહસ

  • 3k
  • 1
  • 858

સાહસમાં હસાહસ...! જીવદયાની બાબતે મારી વાઈફે, ક્યારેય જાહેરમાં ફરિયાદ કરી નથી. પ્રસંશાની તો વાત જ નહિ. પાડોશણ કદાચ પ્રસંશા કરતી હોય, પણ એના માર્કસ ગણતરીમાં લે કોણ..? વળી હું શાકાહારી છું, એવું કહેવાની પણ હિમત નથી. કેમ કે વાઈફનું લોહી તો પીધું જ હોય..! જીવદયાનો આગ્રહી હોવાને કારણે જ, ક્યારેય પ્રાણીઓ ઉપર તો ઠીક, પક્ષીઓ ઉપર પણ સવારી કરી નથી...! નાનો હતો ત્યારે, દાદાજીની લાકડી લઈને ઘોડો ઘોડો રમ્યો હશે. ઇવન.. પૈણવા ગયો ત્યારે ઘોડો તો શું, ઉદરડુંનો પણ ઉપયોગ કર્યો નથી.