એક ગર્લ બસની રાહ જોઈ રહેલી અનિતા અને બીના એક બીજી પોતાની વાતો કરી રહી હતી. બસ આજે થોડી મોડી પડી હોય તેવું બંને ને લાગી રહ્યું હતું. કૉલેજ જવાની ઉતાવળ માં બંને વારે વારે રોડ પર તો ક્યારેક પોતે પહેરેલી ઘડિયાળ માં ટાઇમ જોઈ રહી હતી. ત્યાં થી બે રોમિયા બાઇક પર સવાર થઈ અનિતા ને પૂછયું કૉલેજ જવું હોય તો મારી બાઇક પાછળ બેસી જા. અનિતા તેની સામુ બોલી નહીં એટલે ફરી એકવાર કહી બંને ત્યાં થી નીકાળી ગયા. બીના એ અનીતા સામે જોઈ કહ્યું 'અનિતા તું કેમ કઈ બોલી નહીં ' બીના તને ખબર છે ને આવા