એક વાત સૌ પ્રથમ તમને જણાવવી રહી કે, હું એવું બિલકુલ નથી માનતો કે અગરબત્તી એ ભક્તિ કે શ્રદ્ધાનું પ્રમાણ છે. કારણ કે, ૨૪ કલાક ભગવાનને અગરબત્તી કરતો અને ભગવાનની સમીપે રેહતો પૂજારી એક દેહ વ્યાપાર કરતી મહિલા કરતા હલકા અંતરાત્માનો માણસ હોય શકે ( શૈલેષ સગપરીયા ). બાકી કોઈ મહાપુરુષે ખૂબ સાચું કહ્યું છે કે, ભગવાન"ને" માનનારા અહીં કરોડો લોકોના ધણ મળી જશે પણ ભગવાન"નું" માનનારા આંગળીના વેઢે ગણી શકાય એટલે મુંડા પણ મળવા મુશ્કેલ છે. ખેર, આજે વાત કરવી છે એક એવા દાદાની કે, જેઓ વર્ષોથી પોતાના ઘરે રોજ સૈનિકના નામની અલગથી એક અગરબત્તી કરે છે. સાંજના ૧૦