અર્ધ અસત્ય. - 65

(262)
  • 8.9k
  • 14
  • 5.3k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૫ પ્રવીણ પીઠડીયા ઘોડારની છત ઉપર પતરાં જડેલાં હતા. એ પતરાં ઉપર ખાબકતાં વરસાદના પાણીનો અહર્નિશ નાદ અભયનાં કાને એકધારો અફળાઇ રહ્યો હતો. એ સીવાય સમગ્ર ઘોડારમાં જબરજસ્ત સન્નાટો પ્રસરેલો હતો. એ સન્નાટો આભાસી હતો. કોઇ નહોતું જાણતું કે આવનારી ક્ષણમાં શું થશે અને સમય કઈ દિશામાં કરવટ બદલશે? ઘડીયાળનો કાંટો પણ એક જગ્યાએ આવીને થંભી ગયો હોય એમ ઘોડારમાં હાજર તમામ લોકોનાં જીવ તાળવે ચોંટેલાં હતા. ઘડીભર માટે ત્યાં એકદમ પીન ડ્રોપ સાયલન્સ છવાઇ ગયું હતું. કમરાની અંદર અજીબ ટેબ્લો પડયો હતો. વિષ્ણુંબાપુના હાથમાં રિવોલ્વર હતી અને તેમણે અનંતનાં કપાળનું નિશાન સાધ્યું હતું. રિવોલ્વરનો એક ધમાકો અને