આપણે આટલા અસહિષ્ણુ કેમ છીએ ?

(1.1k)
  • 3.6k
  • 1.1k

આપણે આટલા અસહિષ્ણુ કેમ છીએ?મે એસા ક્યું હું? મેં એસા હી હું...એસા હી હું. થોડા સમય પહેલા રાજકોટની બનેલી ઘટના. બે યુવાનોની બાઇક અથડાઇ એમાં ચપ્પુનો ઘા કરીને મૃત્યુ નિપજાવ્યું. એક નપાવટ દીકરાએ ચોથા માળેથી એની જનેતાને ધક્કો મારીને મારી નાંખી. ધોરણ દશમાં અભ્યાસ કરતાં છોકરાને મોબાઈલ મૂકી ભણવા બાબતે ઠપકો આપતાં ફાસોં ખાઈને જીવન ટુંકાવ્યું. પ્રેમ સંબંધ બંધાયો હોય અને માં-બાપ ના પાડે, પત્નીને પિયર જવાની ના પાડે, ધંધામાં ખોટ જાય, દેવું વધી જાય, કોઈ અસહ્ય બીમારી આવી જાય, પરીક્ષામાં નાપાસ થાય, કોલેજમાં રેગિંગ થાય, મોબાઈલ કે બાઇક ન લઈ આપવી, ઉચ્ચ ડીગ્રી હોવા છતાં નોકરી ન મળે જેવા