સુખનો પાસવર્ડ - 5

(51)
  • 5.5k
  • 11
  • 2.7k

કાંઠે બેસીને છબછબિયાં કરવા કે પછી મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરવું? ચોઈસ ઈઝ અવર્સ! સુખનો પાસવર્ડ આશુ પટેલ મોટા ભાગના લોકો જીવનસાગરમાં કાંઠે બેસીને છબછબિયાં કરતા હોય છે, પણ કેટલાક વીરલાઓ મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરતા હોય છે. કાંઠે બેસીને જીવનનો તમાશો જોનારાઓ સલામતીભરી વીતાવી શકતા હોય છે, પણ એવા, અને એકધારી ઘરેડવાળી જિંદગી જીવી જનારા, લોકોના નામ તેમના મ્રુત્યુ સાથે તેમના કુટુંબ સિવાય બધા લોકો ભૂલી જતા હોય છે. અને મધદરિયે ઝંપલાવીને કાળમીંઢ મોજાંઓ સાથે બાથ ભીડનારાઓનાં નામ ઈતિહાસનાં પાને લખાઈ જતાં હોય છે. જીવનસાગરમાં કાંઠે બેસીને ખેલ જોવો છે કે પછી તોફાની દરિયામાં ઝંપલાવવું છે એ માણસે જાતે નક્કી કરવાનું