હાથફેરો

(52)
  • 3.5k
  • 4
  • 1k

વાર્તા : "હાથફેરો"ઘરનું સંચાલન ડોશી પાસે હતું. બન્ને દીકરાઓ અને ડોસાની કમાણી ઘેર આવે એટલે તરત જ ડોશી, સાપ દેડકું ગળે એમ એ આવકને ગળી જતા. ઘરમાં રાખેલા ખખડધજ કબાટના બન્ને બારણાના નકુચામાં પરોવાઈને લટકતું હડમતાળુ, (જુનવાણી અને પ્રમાણમાં મોટું તાળું) ડોશીની કમરે ઝુલતી અને કટાઈ ગયેલી ડોશી જેવી જ ઘરડી ચાવીઓને કેમે'ય કરીને સારતું નહિ.એટલે ડોશી "આ મારું રોયું ખુલતું જ નથી ઝટ, ચંદુડાને કયને નવું આણવું જોહે " એમ બબડે એટલે બીકનું માર્યું તરત જ ખુલી જતું. આ હડમતાળુ પણ ગજબ હતું, એને ડોશીની ચાવીઓ સાવ ગમતી નહિ હોવાથી એ ડોસાએ સંઘરેલા એક લોખંડના વાળા સાથે આડો સબંધ