વાત્સલ્યનો વલોપાત?

  • 2.2k
  • 614

વાત્સલ્યનો વલોપાત? ‘તને દેવુએ વાત કરી, ભાઇ ?’ માએ ડાઇનીંગ ટેબલ પર મારી સામે બેઠક લેતાં પૂછ્યું. ‘શાની વાત, મા ?’ મેં દેવાંશી સામે નજર નાખતાં વળતો પ્રશ્ન કર્યો. ‘આ મુનિભાઇનો સૌજન્ય જુદો થયો તેની. આજકાલના જુવાનિયાઓ પરણે કે બસ! બૈરી પાછળ આંધળા થઈ જાય. આવનારીને પણ લટકમટક થઈને ફરવું હોય એટલે સાસુ-સસરા તો આંખના કણાની જેમ ખૂંચતા હોય.’ માએ રકાબીમાં ચા કાઢતાં પ્રસ્તાવના કરી. ‘પણ સૌજન્ય અને સુહાસને હું સારી રીતે ઓળખું છું. સૌજન્ય જુદો થયો હોય તો તેમાં સુહાસ કારણભૂત હોય તેમ માનવું મુશ્કેલ છે. કદાચ મુનિકાકાનો દોષ હોય. પણ અચાનક શું થયું ? સિંગાપુર જતાં