શહેર ની બહાર આવેલી જીઆઇડીસી માં મંદી ના કારણે ઘણી ફેક્ટરી બંધ હતી. અમુક તો દિવસ પૂરતી ચાલુ રહેતી. પણ પેલા ની જેમ ધમધમતી ન હતી. રોજ ટાઇમ સર જીઆઇડીસી મા જતો પાર્થ આજે પણ બપોર ના સુમારે બાઇક લઇ જઇ રહ્યો હતો. એક ફેક્ટરી પાસે થી પસાર થયો ત્યાં કોઈ રડતું હોય તેવો અવાજ સંભળાયો પણ પાર્થ તે અવાજ ને સમજી ન શક્યો લાગ્યું કોઈ મજૂર નું બાળક રડી રહ્યું છે ત્યાં કોઈ ની મોટી ચીસ સંભળાઈ એટલે પાર્થ બાઇક રોકી ને અવાજ બાજુ નજર કરી તો કોઈ દેખાયું નહીં. આવી રહેલો અવાજ પર કાન માંડયા ત્યાં જીણો અવાજ