સુખનો પાસવર્ડ - 3

(97)
  • 7.1k
  • 8
  • 5k

જ્યાં લેવાને બદલે આપવાની ભાવના હોય ત્યાં બંને વ્યક્તિઓ ખુશ થઈ શકતી હોય છે. એક બાર ટેન્ડર યુવતી અને રેસ્ટોરાંના ગ્રાહકનો અનોખો કિસ્સો સુખનો પાસવર્ડઆશુ પટેલ સગા ભાઈઓ સંપત્તિ કે પૈસા માટે એકબીજાને કોર્ટમાં ઘસડી જતા હોય કે એકબીજાનું ખૂન કરવા માટે તૈયાર થઈ જતા હોય એવા સમાચારો અખબારોમાં પ્રકાશિત થતા રહેતા હોય છે એવા સમયમાં એક મધ્યમવર્ગીય અમેરિકન વેઈટ્રેસનો કિસ્સો જાણવા જેવો છે. અમેરિકાના સ્પ્રિંગફિલ્ડ શહેરમાં કોન્વે’સ રેસ્ટોરાં એન્ડ લાઉન્જમાં બાર ટેન્ડર (શરાબના પેગ બનાવનારી વ્યક્તિ) તરીકે નોકરી કરતી ૨૫ વર્ષીય યુવતી ઓરોરા કેફર્ટને એક નિયમિત ગ્રાહકે લોટરીની બે ટિકિટ ટિપ તરીકે આપી. એ ગ્રાહક ઓરોરાને એ રીતે ઘણી