સુખનો પાસવર્ડ - 1

(153)
  • 17.4k
  • 19
  • 10.9k

સુખનો પાસવર્ડ આશુ પટેલ નિ:સ્વાર્થભાવે લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય એક છોકરો તેની કોલેજની ફી માટે સહાય માગવા ભૂલથી મહાન ગાયક હેમુ ગઢવી પાસે પહોંચી ગયો ત્યારે... ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવીએ બહુ નાની ઉંમરમાં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. માત્ર ૩૫ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકપ્રિયતા મેળવી હતી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય ખ્યાતિ મેળવી હતી. હેમુભાઈ જેટલા ઊંચા ગજાના ગાયક હતા એટલા જ ઉમદા માણસ પણ