અર્ધ અસત્ય. - 54

(261)
  • 7.5k
  • 12
  • 5.4k

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૪ પ્રવીણ પીઠડીયા “શું આ રાજગઢ સાથે અન્યાય નથી?” આ શબ્દોએ વૈદેહીસિંહને ખળભળાવી નાખ્યાં. એક યુવાન અચાનક ક્યાંકથી આવી ચડયો હતો અને તેમને મમતાનાં વહાલમાં ભિંજવી રહ્યો હતો. તેમણે આજીવન ભોગવેલી ગ્લાનીમાંથી બહાર નીકળવાનો રસ્તો ચીંધી રહ્યો હતો. વૈદેહીસિંહ એકાએક ભાવુક બની ગયા. ગર્વથી ઉંચું રહેનારું તેમનું મસ્તક એકાએક નીચે ઝૂકયું હતું અને આંખોમાંથી આશ્રૂઓની ધારા વહેવા લાગી. આજે વર્ષોનાં અંતરાળ બાદ તેમની આંખો છલકાઇ હતી. આજ સુધી તેમણે પોતાની લાગણીઓ, પોતાની ઇચ્છાઓ, પોતાનું જીવન… બધું એક સંકુચીત કોચલામાં બંધ કરી રાખ્યું હતું. સંયમનો એ બાંધ એકાએક તૂટયો હતો અને ચોધાર આંસુઓ તેમના જાજરમાન ચહેરાને પખાળી રહ્યાં હતા.