હિસાબ - (ભાગ-૧)

(6.9k)
  • 6.5k
  • 7
  • 2.6k

હિસાબ - (ભાગ-૧)- Nidhi 'Nanhi Kalam'કેશવ બોટાદમાં એક સાડીના ખ્યાતનામ, મોટા શો-રૂમમાં કામ કરતો હતો. થોડી ખેતીની જમીન પણ ખરી. તે ભાડે આપીને એમાંથી પણ થોડી ઘણી આવક મેળવી લેતો. કેશવના ભર્યા કુટુંબમાં એની પત્ની સરોજ, 20 વર્ષીય મોટો દીકરો રવિ, 16 વર્ષનો નાનો દીકરો વિજય, માતા- રંજનબેન અને પિતા સુરેશભાઈ, નાનો ભાઈ લલિત, એની પત્ની અમિતા અને એમના બે બાળકો 15 વર્ષનો ભરત અને 13 વર્ષની જયાનો સમાવેશ થતો હતો.હર્યા-ભર્યા આ પરિવારની દોરી વ્યવહાર કુશળ રંજનબેનના હાથમાં હોવાથી ગમે તે પરિસ્થિતિઓમાં પરિવારનું દરેક વ્યક્તિ, નબળો સમય પણ હિંમતભેર પાર કરી જતું. સુરેશભાઈએ એમના વડીલો તરફથી ખાસી એવી જમીન મેળવી હતી.