મારો શું વાંક ? - 27

(57)
  • 4.2k
  • 5
  • 1.8k

મારો શું વાંક ? પ્રકરણ - 27 જાવેદનાં પરિવારને ઘરે પહોંચતા-પંહોચતા સાત વાગી ચૂક્યા હતા. બધાં છોકરાંઓ થાકીને ગાડીમાં જ સૂઈ ગયા હતા. ઘરે પહોંચીને નાનકડી સૂઈ ગયેલી અફસાનાને તેડીને રહેમત ઓરડામાં સૂવડાવવા ગઈ. શકુરમિયાં સુમીતને રોકીને બોલ્યા... સુમીત ! જમી કરીને રહેમતને દાનીશ વિશે વાત કરવાની છે... તારું અયાં રેવું જરૂરી છે... કારણકે તું અને જાવેદ જ રહેમતને આ વિશે સારી રીતે સમજાવી શકશો. સુમીત બોલ્યો... ભલે કાકા ! રહેમતબેન હારે દાનીશ વિશે વાત કરીને પછી જ જઈશ. પાંચેય છોકરાંઓ એવા તો થાક્યા તા કે એકેય જમવા ના ઉઠ્યા... જમી પરવારીને રહેમત અને શબાનાએ બધુ કામ પતાવ્યું ત્યાં જાવેદે