અર્ધ અસત્ય. - 45

(264)
  • 9k
  • 20
  • 5.5k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૫ પ્રવીણ પીઠડીયા ભરૂચનાં પોલીસ મથકમાં એકદમ શાંતી પથરાયેલી હતી. અહીં માત્ર ત્રણ જ લોક-અપ રૂમો હતી જેમાંથી બે અત્યારે ખાલી હતી અને એકમાં હમણાં જ સુરાને અને દિલપાને પૂરવામાં આવ્યાં હતા. રાજસંગ થોડીવાર પહેલાં જ આવ્યો હતો અને તેણે કોન્સ્ટેબલને કહીને એ બન્નેને કસ્ટડીમાં નંખાવ્યાં હતા. એ પછી તે મોટા સાહેબની કેબિનમાં આવ્યો હતો. મોટા સાહેબ, એટલે કે દેવેન્દ્ર દેસાઇને તેણે રિપોર્ટ આપ્યો. “તો પછી રાહ કોની છે? ચાલ જલદી આ ચેપ્ટરને ખતમ કરીએ.” રાજસંગની વાત સાંભળીને દેસાઇ ઉત્સાહમાં આવી ગયો હતો અને તે બન્ને લોક-અપરૂમમાં આવી પહોંચ્યા હતા. સુરતથી ભરૂચ આવતી વખતે રાજસંગ રસ્તામાં એકપણ શબ્દ