અર્ધ અસત્ય. - 39

(224)
  • 8.2k
  • 16
  • 5.7k

રાતનાં અઢી વાગ્યે રમણ જોષીનો ફોન રણક્યો. હજું હમણાં જ તેને ઉંઘ આવી હતી. ભરૂચથી સુરત પાછા ફરતી વખતે બંસરીએ તેને સમગ્ર હકીકત બયાન કરી હતી કે કેવી રીતે તે રઘુભાને મળી હતી અને સુરાની વાતમાં આવીને કેવી રીતે કોસંબા પહોંચી હતી. તેની વાત સાંભળીને રમણ જોષી સન્નાટામાં આવી ગયો હતો. બાવીસ વર્ષની નાજૂક અમથી અનુભવ હીન છોકરીને તેણે ક્યાં ચક્કરમાં નાખી દીધી હતી એનો પારાવાર પસ્તાવો તેને ઉપડયો હતો. કેવા ખતરનાક માણસો વચ્ચે તેણે બંસરીને મોકલી હતી એ વિચારે જ તે ધ્રૂજી ઉઠયો હતો.