બપોરે 4:00 વાગ્યા આસપાસ અમારા પહેલા પોઇન્ટ પર પહોંચ્યા પણ ત્યાં પાર્કિંગ પાસે થોડો ટ્રાફિક હતો એટલે ત્યાં જ રસ્તા પર બાજુ મા ગાડી ઊભી કરી ને અમે બધા ત્યાં જ ઉતરી ગયા અને જે રસ્તા પર ઉતર્યા ત્યાં બાજુ માં જ ઊંડી ખીણ હતી પરંતુ ત્યાં રસ્તા પાસે વૃક્ષો હતા એટલે વધુ ભય ન હતો છતાં નાના છોકરા ને સાંભળી ને આગળ ચાલતા થયા.અમે જે પોઇન્ટ પર પહોંચ્યા તેનું નામ હતું "લોડવિક પોઇન્ટ (Lodwick Point)". આ પોઇન્ટ સમુદ્ર ની સપાટી થી 4067 ફૂટ ઊંચાઈ પર છે અને આ પોઇન્ટ નું નામ કરી રીતે પડ્યું તેનો ઇતિહાસ ત્યાં બોર્ડ લખ્યો