કૂખ - 11

(17)
  • 4.7k
  • 2
  • 1.8k

અંજુ સાવ હારી, થાકી ગઈ હોય એમ પોતાનું શરીર સોફા પર પડતું મૂકી દીધું. કપડાંની ગાંસડી જેમ પડી. પછી સોફાના હાથા હાથની કોણી ટેકવી, હથેળીમાં હડપચી ગોઠવી આંખો બંધ કરી ગઈ. પાણીનો ગ્લાસ હાથમાં લઈને બહેનપણી વંદના,કશો સંચાર કર્યા વગર ક્યાંય સુધી એમ જ ઊભી રહી. તેની નજર અંજુના કરમાઈ ગયેલા ચહેરાને ફંફોસતી હતી. -સાથે પાંચીકા રમતી, અણસ કરતી, બોલવામાં હાથ એકનો જીભડો-કોઈને પહોંચવા ન દે, ભણવામાં હોંશિયાર..તે છેક રાજકોટ કોલેજ કરવા ગઈ...તે રમતિયાળ અંજુ ક્યાં !?