મોહિની પરદેશની

(14)
  • 2.7k
  • 2
  • 976

અમેરિકાના મિશિગન સ્થિત બેન્ટન હાર્બર, કોમલનું ખુબ પ્રિય સ્થળ હતું. પોતાના સુખની ઉજવણી કરવા કે વિષાદની બોઝિલ પળો થી છુટકારો મેળવવા માટે તે આ સ્થળે આવતી. ખુશીની ઉજવણીઓમાં તે તેના કુટુંબી જનો અને મિત્રોને સામેલ કરતી જયારે પોતાના દર્દનો ભાર હળવો કરવા તે એકલી જ આ સ્થળે આવી જતી. આ સ્થળ એટલે તેના માટે માતાના ખોળા બરાબર હતું. જયારે કોઈ ગંભીર નિર્ણય લેવો હોય ત્યારે કોમલ કલાકોના કલાકો આ સ્થળે એકલી બેસીને વિચારો કર્યા કરતી. કોમલ છેલ્લા ત્રણ દિવસથી રોજ સાંજે આ સ્થળે આવીને બેસતી હતી. તે જીવનના એક એવા મોડ પર આવીને ઉભી હતી જ્યાંથી જે માર્ગ