" લગાદો પાર કનૈયા કો નહીં તો ડુબજાયેગી, હમારા કુછ ના બિગડેગા તુમ્હારી લાજ જાયેગી." ભગવાનની રચેલી આ માયા એવું તો જબરુ કામ કરે છે ! કે દરેક જીવને ઈશ્વરથી બહુ જ દૂર રાખે છે. કારણ કે ઈશ્વર ને -શ્રીહરિને માયાપતિ કહેવામાં આવ્યા છે. અને માયા પતિ અને માયા ની વચ્ચે કોઇ આવે એ માયા ને ગમે નહીં. એટલા માટે થઈને માયા ઈશ્વર અને ભક્ત વચ્ચે એક બંધન ની દોરી નાખે છે. ભક્તને બાંધે છે . ભક્તને જ્યારે માયા અનેક વાપતિ થી બાંધી દે છે ત્યારે ભક્ત ઇશ્વર પાસે, શ્રી હરિ પાસે કંઈક એવું માંગે છે કે 'હે પ્રભુ !