વૈશ્યાલય - 3

(58)
  • 13.1k
  • 1
  • 8k

આટલા શબ્દ સાંભળ્યા અને અંશ તો રીતસર ધ્રુજવા લાગ્યો હતો. એને કઈ જ સમજાતું ન હતું. મગજ જ બ્લોક થઈ ગયું હતું. એ ફટાફટ રેમા માંથી બહાર નીકળી ગયો, દિલના ધબકારા વધી ગયા, પરસેવે રેબઝેબ થઈ ગયો. બીજી ગણિકા પણ અંશને આવી રીતે જતા જતા જોઈ રહી હતી અને ખડખડાટ હસી રહી હતી. અંશનું ધ્યાન માત્ર વિસ્તાર માંથી ઝડપી બહાર નીકળવા પર જ હતું. બહાર આવી થોડો રાહતનો શ્વાસ લીધો અને સીધો રીક્ષા કરી ઘરે જવા રવાના થઈ ગયો. એનું મગજ ખરડાયેલ હતું, એ અસ્વસ્થ થઈ ગયો