એ રાત્રે અચાનક એના અસબાબ સાથે આવી ચડેલી દેવયાનીને જોઈ અમેય ડઘાઈ ગયેલો. ઉપરથી દેવયાનીએ એનાં પગમાં પડી જતાં જયારે એમ કહ્યું , ' માફ કરી દે મને અમેય, ઘર છોડીને અહીંથી ચાલ્યા જવું એ મારી મોટામાં મોટી ભૂલ હતી. ' તો એ ખરેખર ચકરાઈ ગયેલો. દેવયાનીનું આ રૂપ એને સ્વપ્નેય કલ્પનામાં ન આવત. અધૂરામાં પૂરું દેવયાનીએ એનાં ઉપસેલા પેટ તરફ આંગળી કરતાં કહેલું, ' હું આનાં માટે પાછી ફરી છું, અમેય.. ! જયારે મેં ઘર છોડ્યું ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. '