અર્ધ અસત્ય. - 17

(214)
  • 8.1k
  • 16
  • 5.9k

અનંતસિંહની હવેલીએથી આવ્યાં બાદ અભયને ચેન પડતું નહોતું. હજ્જારો સવાલો એકસાથે ઉદભવતા હતા અને એ સવાલોનાં ગૂંચળામાં તે ખુદ ઉલઝી પડયો હતો. એક તરફ પોલીસ ઓફિસર તરીકેની પોતાની કારકિર્દી ઓલરેડી જોખમમાં હતી અને બીજી તરફ તેણે આ સળગતાં રહસ્યનું ડૂંભાણું હાથમાં પકડી લીધું હતું. મગજમાં વિચારોનું ધમાસાણ મચ્યું હતું કે આખરે તે કઈ બાબતને પ્રાધાન્ય આપે? પોતાની નોકરીને કે પછી પૃથ્વીસિંહના કેસને? અનંતને તે નાં કહી શકે તેમ નહોતો કારણ કે એ તેનો લંગોટિયો યાર હતો. ઉપરાંત તેનાથી પણ મહત્વનું કારણ એ હતું કે હવે તેને ખુદને આ કેસમાં દિલચસ્પી ઉદભવી હતી.