અંગત ડાયરી - લાઈક એન્ડ શેર

(11)
  • 7.1k
  • 2.8k

અંગત ડાયરી શીર્ષક : લાઈક એન્ડ શેર લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલકવિ શ્રી મકરંદ દવેની મસ્ત રચના છે: ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને, ગમતાનો કરીએ ગુલાલ. કોઈ વાક્ય, વિચાર, ઘટના, વાનગી, વસ્તુ, સ્થળ, ફિલ્મ કે કંઈ પણ તમને ગમી જાય, ભીતરે મજાનો અહેસાસ કરાવી જાય તો એને તમારા પુરતું સીમિત ન રાખતા, મનમાં ન દાટી દેતા, ગુંજે ન ભરી મૂકતા, જેમ ગુલાલની મુઠ્ઠી ભરી હવામાં ઉડાડીએ, અંગતોના ચહેરાને ગુલાબી કરી મૂકીએ તેમ મિત્રો-પરિચિતોને પણ એનો આસ્વાદ માણવા પ્રેરવા જોઈએ. ફેસબુક કે વોટ્સઅએપમાં શેરનું ઓપ્શન એ માટે જ આપવામાં આવ્યું છે. મોટા ભાગના લોકો આ ઓપ્શનનો ખૂબ સરસ