શિયાળાની વાનગીઓ - ૨

(21)
  • 9.7k
  • 3
  • 3k

શિયાળાની વાનગીઓ- ૨શિયાળાના વસાણાં સંકલન - મિતલ ઠક્કરશિયાળામાં ગરમી પેદા કરે એવો ખોરાક જરૂરી બને છે. શિયાળા દરમિયાન કાળા મરી, અજમો, તલ, તમાલપત્ર, લવિંગ અને દાલચિની જેવા મસાલાનો ઉપયોગ વધારવો જોઇએ. આ બધા મસાલા શરીરમાં હૂંફ-ગરમી પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવાં ઔષધિય તત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક કે વસાણાં તરીકે ઓળખીએ છીએ. તેનાથી શિયાળામાં ભારે ઠંડીની સામે શરીરને સારું રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શિયાળામાં વસાણાં ઘરે બનાવવાનો આગ્રહ રાખવો જોઇએ. એમ કરવાથી તેમાં શુધ્ધતા જળવાય છે. અને શરીરને જેવો લાભ મળવો જોઇએ એવો મળે છે. ઠંડીના દિવસોમાં આપણું શરીર ઉષ્ણતામાન જાળવી રાખવા કેલરીનો વપરાશ વધારી દે છે. તેથી