મારો શું વાંક ? - 5

(40)
  • 4.7k
  • 3
  • 2.3k

તળાવની પાળ નીચે પાનનાં ગલ્લાં આગળ પાંચ-છ નવ યુવાનોનું ટોળું ઊભું હતું. બધા મળીને ઠઠ્ઠા-મશ્કરીઓ કરી રહ્યા હતા. આ બધા યુવાનોમાં રહેમતનો ઇરફાન પણ હતો... જે બધાંથી અલગ તરી આવતો હતો. સત્તર વરસનો ઇરફાન બારમું ધોરણ પાસ કરીને કોલેજનાં પહેલા વરસમાં બાજુનાં શહેરમાં અભ્યાસ કરતો હતો. બ્લૂ કલરનું જીન્સ અને ઉપર લાલ કલરનું અડધી બાંય વાળું ટીશર્ટ, પાંચ ફૂટ છ ઇંચની ઊંચાઈ, મધ્યમ બાંધાનું ખડતલ શરીર, સહેજ ભૂરાશ પડતાં આડી માંગ સાથે ઓળેલાં વાળ, નાની પણ ચમકદાર બોલતી આંખો, ગોરો રંગ પણ તડકામાં રહેવાને કારણે ચામડી ઉપર આવી ગયેલી લાલાશ..