અદ્ધરતાલ રાશિભવિષ્ય..!

  • 2.6k
  • 1
  • 908

અદ્ધરતાલ રાશિભવિષ્ય પ્લીઝ..! બેસતાં વરસે મઝાક-મસ્તી કરતાં જ નહિ. કરતાં. અટકી જ જજો. અબ મેગોમ્બો ખુશ નહિ હૈ..! બગડેલી દિવાળીના ખાટા ઓડકાર હજી આવે છે. આંગણા કરતાં આકાશમાં ધડાકા વધારે થયાં. મેઘ ગર્જનાના..! ઊંઘમાં પણ કોઈ બોલતું નહિ, કે રમેશિયા.. happy new year..! ગયા વરસની શુભેચ્છાનો સ્ટોક હજી વણવપરાયેલો પડ્યો જ છે. શુભેચ્છાઓને શું ધોઈ પીવાની? એના કપાળમાં કાંદા ફોડું, દિવાળીમાં વરસાદના ઝાપટાંએ ભીંજવેલા લેંઘા હજી રસ તરબોળ છે. સુકાયાજ નથી. સેલમાંથી ઉપાડેલા લેંઘા ભિંજાયને એવાં ટૂંકા પડી ગયાં કે, છોકરાના છોકરાની ચડ્ડી માટે પણ ટૂંકા