કૂખ - 3

(17)
  • 5.6k
  • 2
  • 2.3k

અંજુ સામે આવીને ઊભી રહી હતી.પણ પ્રકાશની નજરમાં તેની છબી બંધબેસતી નહોતી.અથવા નજર આ છબીને સ્વીકારવા તૈયાર નહોતી.તેનાં મનના કેમેરામાં દસ વર્ષ પૂર્વેની એક છબી,તસવીર સચ વાયેલી પડી હતી. -પતંગિયા માફક ઉડાઉડ કરતી એક નવયૌવના...જેના અંગેઅંગમાંથી માદક ખુશબો વહેતી હતી, ફાગણની ફટકેલી ફોરમ વછૂટતી હતી...ને એવું તો કેટકેટલું ! . પ્રકાશ ધડાકાભેર કહી દે તેમ હતો : ‘આ...એ અંજુ નથી’ પણ હકીકત હતી.અંજુ સામે ઊભી મરક મરક હસતી હતી.તેણે જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેર્યાં હતાં.વાળ છુટ્ટા હતા.કાળા-સિલ્કી વાળ વચ્ચે ચહેરો વધુ ગોરો અને આકર્ષક લાગતો હતો.આમતો પાકેલ પપૈયા જેવા ઉષ્ણ ચહેરાનો નાક-નકશો જ નહી શરીરની સમગ્ર ભૂગોળ જ બદલાઇ ગઇ હતી. તેમાં તેણે ગોગલ્સ પહેર્યા હતાં ! પાછી ઊભી હતી મોલના સ્ટેચ્યુ પાસે...તે અદલ સ્ટેચ્યુ જ લાગે !